- Home
- Standard 12
- Physics
આઇન્સ્ટાઇનનો વિશિષ્ટ સાપેક્ષવાદ લખો અને સમજાવો.
Solution
આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી દળને ઊર્જાના સ્વરૂપે ગણવું જોઈએ.
આ સાપેક્ષવાદ પહેલાં એમ માનવામાં આવતું હતું કે કોઈ પ્રક્રિયામાં દળ અને ઊર્જાનું અલગ-અલગ સંરક્ષણ થાય છે.
પણ આઇન્સ્ટાઇને દર્શાવ્યું કે, દળ એ ઊર્જાનું બીજું સ્વરૂપ છે અને દળ તથા ઊર્જાનું રૂપાંતર ગતિ ઊર્જા જેવી બીજા પ્રકારની ઊર્જામાં રૂપાંતર થઈ શકે છે અને તેનાથી ઊલટું કોઈ પણ સ્વરૂપની ઊર્જાનું રૂપાંતર દળના સ્વરૂપમાં થઈ શકે છે.
આ દળ-ઊર્જાના સમતુલ્યતાનો સંબંધ $E = mc^2$ છે.
જ્યાં $m =$ દળ છે, $C =$ પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે જેનું મૂલ્ય $3 x 10 ms^{-1}$ બરાબર છે. આઇન્સ્ટાઇનના દળ-ઊર્જા સમીકરણની પ્રાયોગિક ચકાસણી ન્યુક્લિયોન, ન્યુક્લિયસ, ઇલેક્ટ્રૉન અને હાલમાં શોધેલ અન્ય કણો વચ્ચેની ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં કરાયેલ છે. ઊર્જા સંરક્ષણનો નિયમ એ છે કે, ન્યુક્લિયર પ્રક્રિયામાં પ્રારંભિક દળ અને ઊર્જા અને અંતિમ દળ અને ઊર્જા સમાન હોય છે. ન્યુક્લિયસના દળો અને ન્યુક્લિયસની એકબીજા સાથેની આંતરક્રિયા સમજવામાં આ વિભાવના મહત્ત્વની છે